Signal ખાતેની ટીમ એ ઓપન સોર્સ પ્રાઇવસી ટેક્નોલોજી વિકસાવવાના મિશન પ્રત્યે પ્રતિબદ્ધ છે જે મુક્ત અભિવ્યક્તિનું રક્ષણ કરે છે અને સુરક્ષિત વૈશ્વિક સંચાર સક્ષમ કરે છે. તમારું યોગદાન આ પ્રયોજનને ઉર્જા પૂરી પાડે છે. કોઈ જાહેરાતો નહીં. કોઈ પગેરું નહીં. કોઈ મજાક નહીં.
તમારું દાન વિશ્વભરના લાખો લોકો દ્વારા ખાનગી અને ત્વરિત સંચાર માટે ઉપયોગમાં લેવાતી ઍપના વિકાસ, સર્વર અને બેન્ડવિડ્થ માટે ચુકવણી કરવામાં મદદ કરે છે.
જો તમે ઇમેઇલ આપો છો, તો તમને તમારા ટેક્સ રેકોર્ડ માટે ઇમેઇલ કન્ફર્મેશન પ્રાપ્ત થશે. Signal ટેકનોલોજી ફાઉન્ડેશન એક સ્વતંત્ર બિનનફાકારક ચેરિટી છે અને ઇન્ટરનલ રેવન્યુ કોડની કલમ 501c3 હેઠળ કરમુક્ત છે. અમારો ફેડરલ ટેક્સ ID નંબર 82-4506840 છે.
નોંધ: જો તમે Signal ઍપની અંદર Google Pay અથવા Apple Payનો ઉપયોગ કરવાની વિરુદ્ધ અહીં દાન કરો છો, તો Signal બૅજ ઓફર કરવામાં અસમર્થ છે.
Signalને આપવામાં આવતા ક્રિપ્ટોકરન્સી દાનની પ્રક્રિયા The Giving Block દ્વારા કરવામાં આવે છે.
જો તમે તમારા ક્રિપ્ટોકરન્સી દાનના વાજબી બજાર મૂલ્ય માટે યુ.એસ.માં કર કપાત મેળવવા માગતા હો, તો તમે વૈકલ્પિક રીતે ટેક્સ રસીદ પ્રાપ્ત કરવા માટે એક ઇમેઇલ એડ્રેસ પ્રદાન કરી શકો છો. The Giving Block અનામી દાનને પણ સપોર્ટ કરે છે.